Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

આણંદ નજીક મજૂરીના પૈસા બાબતે થયેલ બબાલમાં હાથાપાઈ સર્જાઈ: સામસામે હુમલો થતા બે ઈજાગ્રસ્ત

આણંદ: શહેરના સો ફુટના રોડ ઉપર આવેલા રોયલ પ્લાઝા પાસેની પ્રાથમિક સ્કૂલમાં પીરસવાની મજુરીના પૈસાની માંગણી કરતા ત્રણ શખ્સોએ તકરાર કરીને એકને માથામાં ઝારો તથા બીજાને ભાતીયું મારી દેતાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર બાકરોલ ખાતે રહેતા ફરિયાદી અરબાજખાન રિયાજખાન પઠાણ ગામના જ રસોડાની મજુરીનો કોન્ટ્રાક્ટ રાખતા સકીલોદ્દીન મલેકના ત્યાં મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે.
૨૮મી તારીખના રોજ રાત્રીના સુમારે હીના કેટરર્સવાળા અમૃતભાઈ ભુરાભાઈ માછીનો રોયલ પ્લાઝા પાસે આવેલી પ્રાથમિક શાળામાં રસોઈનો કોન્ટ્રાક્ટ હોય સકીલોદ્દીન મારફતે ત્યાં પીરસવાનુ ંતથા રસોડાની મજુરી કામ માટે ગયા હતા. રાત્રીના બારેક વાગ્યાના સુમારે મજુરી કામ પતતાં જ કોન્ટ્રાક્ટર સકિલોદ્દીને અમૃતભાઈ પાસે મજુરીના પૈસાની માંગણી કરી હતી. જેથી કાલે સાંજે આવીને લઈ જજો તેમ જણાવતાં જ સકિલોદ્દીને મજુરોને પૈસા આપવાના છે જેથી અત્યારે જ આપો તેમ કહેતા જ અમૃતભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી અરબાજખાન વચ્ચે પડતાં અમૃતભાઈએ રસોઈ બનાવવાનો ઝારો લઈને અરબાજખાનને માથામાં મારી દીધો હતો. ઋત્વીકભાઈએ સકિલોદ્દીનને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે ભાવેશભાઈ ત્રિકમભાઈ માછીએ ભાતીયું લઈ આવીને માર માર્યો હતો. જેથી અન્ય લોકોએ વચ્ચે પડીને વધુ મારમાથી છોડાવ્યો હતો. આ અંગે પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(5:55 pm IST)