Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ખેડા પેરોલ સ્ક્વોડે માહિતીના આધારે રીઢા આરોપીને વલેટવા ચોકડી નજીકથી ઝડપ્યો

ખેડા: પેરોલ ફર્લો સ્ક્વોર્ડને માહિતી મળેલ કે ખેડા જિલ્લાના વસો પોલીસ, માતર તેમજ વડોદરા જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાનો રીઢો આરોપી કે જે છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરે છે તે ભેલાજી વરઘાજી મારવાડી (રહે. સુણાવ, કુંભારી કોલોની, તા. પેટલાદ) વલેટવા ચોકડી આવનાર છે જેથી પેરોલફર્લો સ્ક્વોર્ડે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન ભેલાજી મારવાડી આવી ચઢતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડી વધુ તપાસ અર્થે વસો પોલીસના હવાલે કર્યો હતો. 
 

(5:52 pm IST)