Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ખેડા તાલુકાના કેનેરમાં વૃદ્ધનુ પડી જવાથી કમકમાટી ભર્યું મોત

ખેડા:તાલુકાના કનેરામાં રહેતા રણછોડભાઈ છગનભાઈ રાવળ ગત તા.૨૫-૧૦-૧૮ના રોજ અકસ્માતે પડી ગયા હતા. જેથી તેમને ગંભીર ઈજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં રણછોડભાઈ રાવળ (ઉં.વ.૬૫)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ડો. અગ્રવાલે જાણ કરતા ખેડા ટાઉન પોલીસે અક્સ્માત મોતની નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

(5:45 pm IST)