Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સુરતમાં તસ્કર ચોરી કરવા માટે વિમાનમાં આવતો અને હોટલમાં રહેતોઃ મોટા ઉદ્યોગપતિઓને નિશાન બનાવીને લાખો-કરોડોની ચોરીને અંજામ આપતો

સુરતઃ સુરતમાંથી ફરાર ચોરને અનોખી ટેવ હતી કે, તે ચોરી કરતા પહેલા ફ્લાઈટમાં આવતો અને હોટેલમાં રૂમ બુક કરાવતો હતો. શહેરના ઉદ્યોગપતિઓ તેમના નિશાને રહેતા અને દુર્લભ કહી શકાય એવી ચીજ વસ્તુઓ ઉઠાવી જતો જેની કિંમત લાખો-કરોડોમાં થતી હતી. ઉપરાંત તેને દેશ છોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, એમાં તે સફળ થયો હતો. એપોર્ટમેન્ટના કોમન પ્લોટમાં એક ફંક્શન વખતે તેણે રૂ. 40 લાખની ચોરી કરી હતી અને નાસી છૂટ્યો હતો. પોલીસે જણાવ્યું કે, દુર્લભ કહી શકાય એવી વસ્તુ ચોરવા માટે તે શહેરમાં આવતો હતો.

વતનમાં નોકરીની લાલચ આપતો

શંકર નામ કહીને તેણે ફરિયાદીને પોતાની ઓળખ આપી અને ઘરમાં કામ કરવા માટે ઘરઘાટી કમલેશ યાદવને મોકલશે એવો ફોન કર્યો હતો. તે સવારે 11.30 વાગ્યે ત્યાં આવ્યો હતો અને બપોરે 4.30 વાગ્યે મુલ્વાન ચીજ-વસ્તુઓ તથા ઝવેરાત લઈને નાસી ગયો હતો. જયસ્વાલ શહેરની એક હોટેલમાં રોકાયો હતો અને ચોરી કર્યા બાદ તે અમદાવાદ પહોંચ્યો હતો જ્યાં કાલુપુર વિસ્તારના મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેણે શહેરમાં બે મોટી ચોરી કરી છે. તે ફરિયાદીઓને ફોન કરીને, સંપર્ક સાધીને પોતે રાજસ્થાનનો છે અને વતનમાં નોકરી અપાવશે એવી ઓળખ આપીને વિશ્વાસમાં લેતો હતો. મોટા ભાગના રાજસ્થાની પરિવારને પોતાની ઓફર કરીને ટાર્ગેટ કરતો હતો.

અગાઉ પણ કરી હતી મોટી ચોરી

ચાર વર્ષ પહેલા તેણે રૂ. 50 લાખની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તે નેપાળ બોર્ડર નજીક પહોંચ્યો હતો પણ પોલીસના હાથે ઝડપાયા બાદ તેને ફરી ફ્લાઈટથી શહેરમાં પરત મોકલી દેવાયો હતો. આમ તે દેશ છોડવાનો હતો. જેલમાંથી મુક્ત થયા બાદ તેણે થોડી વધારે ચોરી કરી હતી અને તેની ધરપકડ પણ અગાઉ થઈ હતી.

ધમકી આપીને ચોરી કરવાનો પ્લાન નિષ્ફળ થયો

ઉપરાંત એક વૃદ્ધાને છરીને બતાવીને કિંમતી ઝવેરાત આપી દેવા માટે ધમકી પણ આપી હતી પણ ચોરીનો પ્રયાસ સફળ થયો. તેને સંપર્ક દાઉદ સાથે છે એવું જે જેલમાં પણ કહેતો અને ફરિયાદીઓને ધમકી આપીને ખંડણીના પેટે પૈસા પડાવતો હતો. અગાઉ તેને કરેલી ચોરીમાં જ્યારે તે ચોરીનો માલ વેંચવા જતો હતો ત્યારે તે પકડાઈ ગયો હતો. પોલીસે તેને ઝડપી લીઘો હતો. ચોરી કર્યા બાદ તે ખરીદદારોનો સંપર્કમાં રહેતો અને વસ્તુ લેવા માટે દબાણ પણ કરતો હતો. આમ તે સતત શોધખોળ કરતો અને ચોરી કરતો હતો.

(5:14 pm IST)