Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સરદારની પ્રતિમા બનાવવાથી સરદાર ન થઇ શકાયઃ કાલથી ખેડૂત અધિકાર અભિયાન

સરદાર પટેલ જેવુ કામ કરવુ પડેઃ સરકારને તોગડિયાનો ટોણો

રાજકોટ તા. ૩૦ : આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા ડો. પ્રવિણભાઇ તોગડીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સંદર્ભે વડાપ્રધાન કે કોઇનું નામ લીધા વગર ટોણો માર્યો છે. ડો. તોગડીયાએ જણાવેલ કે સરદારની પ્રતિમા બનાવવાથી  સરદાર ન બની શકાય, એના માટે સરદાર પટેલ જેવા કામ કરવા પડે. સત્તા પર આવ્યાના ૪II વર્ષ થયા છતાં રામ મંદિર નિર્માણ શરૂ ન કરાવી શકે.

તેને સરદારની વાત કરવાનો અધિકાર નથી. અમે ખેડૂતોના પ્રશ્નો માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ. આવતીકાલે તા. ૩૧ થી દેશવ્યાપી ખેડૂત અધિકાર અભિયાન શરૂ કરશું. ખેડૂતો માટેની સ્વામીનામન આયોગની ભલામણનો સ્વીકાર કરવામાં આવે, દેવા મુકિત આપવામાં આવે તેમજ ખેત ઉપજના ટેકાના પુરતા ભાવ આપવામાં આવે તે માંગણી છે વધારામાં ગુજરાતના ખેડૂતોને પાક વિમા યોજનાનો ત્વ્રિત લાભ આપવા અને રાજયના જરૂરીયાતવાળા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી છે.

(4:16 pm IST)