Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

કાલથી મગફળી ખરીદી અંગે ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરવઠા નિગમ કાર્યવાહી કરશેઃ ૧૧ યાર્ડમાં વ્યવસ્થા...

કલેકટરે વ્યવસ્થા ગોઠવીઃ મહત્વના ડોકયુમેન્ટ લાવવા ખેડુતોને અપીલ...

રાજકોટ તા. ૩૦ : રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન-ર૦૧૮-૧૯ અન્વયે એમ.એસ.પી.મુજબ મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારની એજન્સી તરીકે ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી.ની પસંદગી થયેલ છે. ખાતેદાર ખેડુત દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૧/૧૧/૧૮ થી તા.૩૦/૧૧/૧૮ સુધી રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે રાજકોટ જિલ્લામાં તાલુકાવાર નીચેની વિગતેના એ.પી.એમ.સી.સેન્ટર ખાતે સવારના ૯ થી ર તથા ૩ થી પ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન માટે નીચે મુજબના ડોકયુમેન્ટ રજુ કરવાના રહેશે જેમાં (૧) આધારકાર્ડની નકલ (ર) અદ્યતન-૭-૧ર, ૮-અ ની નકલ. (૩) ફોર્મ નં. ૧રમાંં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો જ પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સીકકા સાથેનો દાખલો (૪) ખેડુતના નામે આઇએફએસઓ સહીતની બેંક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ

તાલુકા

એ.પી.એમ.સી.સેન્ટર

એ.પી.એમ.સી.સેન્ટરનૂં સરનામુ

 

રાજકોટ-લોધીકા-પડધરી

રાજકોટ (જુના માર્કેટીંગ યાર્ડ)

જુનું માર્કેટ યાર્ડ, આર.ટી.ઓની બાજુમાં, રાજકોટ

 

ગોંડલ-કોટડાસાંગાણી

ગોંડલ એ.પી.એમ.સી.

શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ, નેશનલ

 

 

 

હાઇવે ગોંડલ બાયપાસ, ગોંડલ.

 

જેતપુર

જેતપુર એ.પી.એમ.સી.

શ્રી જમનાદાસ વેકરીયા માર્કેટ યાર્ડ, જુનાગઢ રોડ

 

 

 

રેલ્વે ફાટક પાસે, જેતપુર

 

ધોરાજી

ધોરાજી એ.પી.એમ.સી.

નેશનલ હાઇવે બાયપાસ, ધોરાજી

 

ઉપલેટા

ઉપલેટા એ.પી.એમ.સી.

શ્રી ગાંધી માર્કેટ યાર્ડ, ગીતાંજલી સોસાયટી પાછળ

કોલકી રોડ, ઉપલેટા,

જામકંડોરણા

જામકંડોરણા એ.પી.એમ.સી.

શ્રી જય સરદાર માર્કેટ યાર્ડ, કાલાવડ રોડ, જામકંડોરણા

 

જસદણ

જસદણ એ.પી.એમ.સી.

શ્રી દરબાર સાહેબ, શિવરાજકુમાર ખાચર માર્કેટ

યાર્ડ બાયપાસ રોડ, જસદણ

વિંછીયા

વિંછીયા એ.પી.એમ.સી.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમદાવાદ હાઇવે વિંછીયા

 

(3:59 pm IST)