Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

જેગુઆર એફ-પેસ ઈન્જીનિયમ્ પેટ્રોલ ભારતમાં રૂ. ૬૩.૧૭ લાખમાં લોન્ચ

 અમદાવાદઃ જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ જેગુઆરની પ્રથમ પરફોર્મન્સ એસયુવી, એફ-પેસની પેટ્રોલ ડેરિવેટિવનું સ્થાનિક ઉત્પાદન શરૂ કર્યુ હોવાની જાહેરાત કરી હતી. પ્રેસ્ટીજ ડેરિવેટિવમાં ઉપલબ્ધ અને ૨.૦ લિ ૪-સિલિન્ડર, ૧૮૪ કેડબ્લ્યુ ટર્બોચાર્જડ ઈન્જિનિયમ પેટ્રોલ એન્જિન દ્વારા પાવર્ડ સ્થાનિક ઉત્પાદન કરાયેલા મોડેલ યર ૨૦૧૯ એફ-પેસની કિં. રૂ. ૬૩.૧૭ લાખ (ભારતમાં એકસ શો રૂમ કિંમત) છે.

જગુઆર લેન્ડ રોવર લિ. (જેએલઆરઆઈએ)ના મેનેજિંગ ડાયરેકટર અને પ્રેસિડેન્ટ રોહિત સુરીએ જણાવ્યુ હતુ કે ભારતમાં લોન્ચ કરાઈ ત્યારથી બે વર્ષમાં જેગુઆર એફ-પેસે જેગુઆર ચાહકો અને ઈચ્છનીય ગ્રાહકોની કલ્પનાઓને સંતોષી છે. હવે એફ-પેસની સ્થાનિક ઉત્પાદન કરવામાં આવેલી ઈન્જિનિયમ પેટ્રોલ ડેરિવેટિવના લોન્ચ સાથે અમારી પ્રથમ જેગુઆર એસયુવીનું આકર્ષણ વધુ બહેતર બનશે. જેગુઆર એફ-પેસ બેજોડ ગતિશીલના અને રોજબરોજની ઉપયોગિતા સાથે સર્વ જેગુઆર જેને માટે જાણીતી છે. તે સ્થિતિ સ્થાપકતા પ્રતિસાદાત્મકતા અને બારીકાઈ પ્રદાન કરે તે રીતે ડિઝાઈન અને ઈજનેરી કરવામાં આવી છે. ૨૦૧૯ માટે જેગુઆર એક-પેસ આકર્ષક વિશિષ્ટતાઓની શ્રેણી સાથે આવે છે. જેમા યાર્ડ આસિસ્ટન્ટ, કેબીન એર આયોનાઈઝેશન, ડ્રાઈવ કંડીશન મોનિટર, ૩૬૦ ડિગ્રી પાર્કિંગ સેન્સર્સ, એડપ્ટિવ એલઈડી હેડ લાઈટસ વાય-ફાય હોટસ્પોટસ અને પ્રો સર્વિસીઝ તથા ૨૫.૯૧ સેમી (૧૦.૨) ટચ સ્ક્રીનનો સમાવેશ થાય છે.

(3:56 pm IST)