Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ઓડીની 'ટુ ગેધર વીથ ઓડી' તહેવાર ઝુંબેશ

 અમદાવાદ તા.૩૦: જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ગ્રાહકો માટે તહેવારની મોસમને ધ્યાનમાં રાખીને 'ટુ ગેધર વીથ ઓડી' ઝુંબેશની રજૂઆત કરી છે. આ ઝુંબેશનના ગ્રાહકો માટે આકર્ષક પેકેજીઝ રજૂ કરવામાં આવ્યા છે. આ ઝુંબેશની થીમ 'આપણા ચાહીતા પછી તે પરિવાર હોય કે મિત્રો સાથે રહીે તો આપણો આનંદ ગુણાકારમાં પરિણમે' ની છે.

ઓડી ઇન્ડિયાનાં અધ્યક્ષ શ્રી રાહિલ અન્સારીએ જણાવ્યું હતું કે, 'તહેવારો તે ઉજવણીનો સમય છે અને અમે 'ટુ ગેધર વીથ ઓડી' ઝુંબેશની રજૂઆત કરી છે. આ ઝુંબેશનાં ગ્રાહકોને તેમની માનીતી ઓડી સાથે તહેવારની મોસમમાં મિત્રો કે પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વીતાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ તહેવારોની મોસમ માટે આદર્શ પસંદગી ઓડીને Q રેન્જ છે. જેમાં ગ્રાહકો વિશેષ ફેસ્ટીવ પેકેજીઝ મળી શકે છે. આ ઝુંબેશમાં આકર્ષક ઇએમઆઇ ઓફરો ઉપરાંત પ્રથમ ઇન્સ્યોરન્સ કોમ્પ્લીમેન્ટરી અને બાયોબેક એસ્યોરન્સ છે.'

ઓડી Q3. રૂ. ૨૧,૯૯૯નાં આકર્ષક ઇએમઆઇમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગ્રાહકોને ઓડી Q5 અને ઓડી Q7 માં ત્રણ વર્ષનું સર્વિસ પેકેજ પણ ઉપલબ્ધ છે.

(3:55 pm IST)