Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

મહેસાણાના સતલાસણામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત : વડગામના મોરિયાના વિરલ પ્રજાપતિએ ગળેફાંસો ખાદ્યો

મહેસાણાના સતલાસણા ખાતે એક વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં આપઘાત કર્યો છે. કોઠસણા ગામે આવેલી યુ.કે. કોઠારી સ્કુલ સંકુલની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવ્યો હતો

 

  . હોસ્ટેલના રૂમના સાથી વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં ગયા હતા. ત્યારે વિરલ પ્રજાપતિ નામના કિશોરે આપઘાત કર્યો હતો.

આપઘાત કરનાર વિરલ પ્રજાપતિ બનાસકાંટાના વડગામના મોરિયા ગામનો વતની છે. અને ત્રણ વર્ષથી હોસ્ટેલમાં રહેતો હતો.

(12:33 pm IST)