Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનું કાઉન્ટ ડાઉન શરૂ

વડાપ્રધાન મોદી આજે આવશે ગુજરાત : કાલે કરશે ૧૮૨ મીટરની ઉંચાઇવાળા સ્ટેચ્યુનું લોકાર્પણઃ રાત્રે ૯ વાગ્યે પીએમનું આગમન : ભવ્ય સ્વાગત થશે : રાત્રીરોકાણ ગાંધીનગર રાજભવનમાં : કાલે જશે નર્મદા

નવી દિલ્હી તા. ૩૦ : આવતીકાલે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ખાસ તો ૩૧મી ઓકટોબરના રોજ નર્મદા ખાતે સરદાર પટેલના સ્ટેચ્યૂના લોકાર્પણમાં ભાગ લેવા આવી રહ્યા છે. એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીના કાફલાનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર થઈ છે. આવતી કાલે પીએમ મોદીના હસ્તે ૧૮૨ મીટરની ઉંચાઈ વાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ થશે. લોકાર્પણને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષાને લઈને હજારો પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

લોકાર્પણના સમયે પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે. સાથે જ આ દરમિયાન ફોટોગ્રાફી પણ કરવામાં આવશે. ફોટોગ્રાફી માટે અલગથી સ્ટેજ પણ બનાવવામાં આવ્યુ છે.. લોકાર્પણના માઈક્રોપ્લાનીંગ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી છે.

સોમવારે મુખ્ય સચિવ જે.એન.સિંહે સુરક્ષાની સમીક્ષા પણ કરી હતી. મહત્વનુ છે કે, સરદારની પ્રતીમા પાસે વેલી ઓફ ફલાવર બનાવવામાં આવ્યુ છે. પ્રતિમાની આસપાસ વિવિધ ફૂલો પણ પથરાવવામાં આવ્યા છે. પીએમ મોદીના હસ્તે આવતી કાલે લોકાર્પણ થશે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અનેક રાજયોના મુખ્યમંત્રી હાજર રહેશે.

નોંધનીય છે કે પ્રધાનમંત્રીના આગમનને લઇને એરપોર્ટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. આજે પ્રધાનમંત્રી મોદી દિલ્હીથી ખાસ વિમાન મારફતે અમદાવાદ આવી પહોચશે. એરપોર્ટથી પીએમ મોદી સીધા રાજભવન ખાતે જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરી ૩૧મી એ નર્મદા ખાતે જવા રવાના થશે.

આવતીકાલે વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું થશે લોકાર્પણ

પીએમ મોદીના હસ્તે થશે વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું લોકાર્પણ

લોકાર્પણને લઇ તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

આજે રાત્રે ૯ વાગ્યે પીએમ મોદી આવશે ગુજરાત

સુરક્ષાને લઇ તમામ તૈયારીઓ કરાઇ પૂર્ણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારો પોલીસકર્મી તૈનાત

ગઇકાલે મુખ્ય સચિવ જે.એન સિંહે સુરક્ષાની કરી હતી સમીક્ષા

લોકાર્પણ સમયે પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા કરાશે પુષ્પવર્ષા

લોકાર્પણ પહેલા અને પછી ફોટોગ્રાફી માટે બનાવાયું અલગથી સ્ટેજ

લોકાર્પણના માઇક્રોપ્લાનિંગની ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યાં છે સમીક્ષા

સરદારની પ્રતિમા આસપાસ બનાવામાં આવ્યુ છે વેલી ઓફ ફલાવર

સરદારની પ્રતિમાની આસપાસ પથરાયા વિવિધ ફૂલો

અમિત શાહ, આનંદીબેન પટેલ સહિતના નેતાઓ રહેશે હાજર

અનેક રાજયોના મુખ્યમંત્રીઓ પણ લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી

(2:21 pm IST)