Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સુરતના હજીરા વિસ્તારમાં ધોળે દિવસે ઘરમાં ધુસીને 91 હજારની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર

લૂંટારૂઓને અટકાવવાની કોશિશ કરતા ભકાભાઈને માથામાં ફટકા મારતા બેભાન

સુરતના હજીરા વિસ્તારમાં ધોળે દિવસે 91 હજારની લૂંટ કરી ત્રણેક લૂંટારૂઓ ફરાર થયા હતા ઘટના અંગે ઈચ્છાપોર પોલીસને ફરિયાદ થતા પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

 આ અંગેની મળતી વિગત મુજબ સુરતના હજીરા વિસ્તારમાં રહેતા આધેડ ભકાભાઈ મોહનભાઈ ચૌહાણ પરિવારના ઘરના બધા સભ્યો સુઈ રહ્યા હતાં.તે દરમિયાન ત્રણ લૂંટારૂઓ ધોળે દિવસે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી હતી. લૂંટ કરી રહેલા લૂંટારૂઓના અવાજથી ભકાભાઈ જાગી જતા લૂંટનો પ્રયાસ કરી રહેલા લૂંટારૂઓને અટકાવતા જતાં તેમને માથાના ભાગે ત્રણથી ચાર ફટકા માર્યા હતાં. જેને કારણે ભકાભાઈ બેભાન થઈ ગયા હતાં.

   ઈજાગ્રસ્ત ભકાભાઈને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતાં. જયાં તેમની હાલત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. લૂંટારૂઓએ ઘરમાં રાખેલ 31 હજાર રોકડા અને 60 હજારના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં

  આ  બનાવ અંગે ઈચ્છા પોલીસને ફરિયાદ નોંધાવામાં આવી હતી. ઈચ્છાપોર પોલીસે હજીરાથી સુરત શહેરમાં જતા તમામ રસ્તાઓને નાકા બંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

(8:59 pm IST)