Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે 278 કરોડના ખર્ચે નિર્માણ પામી રહયું છે 'શ્રેષ્ઠ ભારત ભવન'

તમામ લક્ઝુરીયસ સુવિધાઓ તૈયાર થશે: વિશાળ ગાર્ડન અને સ્વિમિંગ પૂલ પણ હશે

 

નર્મદા :કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા નદીના કિનારે 278 કરોડના ખર્ચે 'શ્રેષ્ઠ ભારત ભવન'નું નિર્માણ થઇ રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આવનાર પ્રવાસીઓ માટે હોટલમાં તમામ લક્ઝુરીયસ સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે

   હાલ 'શ્રેષ્ઠ ભારત ભવન'નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અહીં વિશાળ ગાર્ડન અને સ્વિમિંગ પૂલ પણ તૈયાર થશે

(9:29 pm IST)