Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

બોડેલીનાં લઢોદના સરદાર સુગરનાં પીડિત ખેડૂતોની કેવડીયામાં જળસમાધિ લેવા ચીમકી

બોડેલીનાં લઢોદ ખાતેની સરદાર સુગરનાં પીડિત ખેડૂતોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ સમયે કેવડીયા ખાતે જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે.

 

 લઢોદ ખાતેની સરદાર સુગર ફેક્ટરીમાં વર્ષ ૨૦૦૭-૦૮માં પીલાણ માટે આપેલી શેરડીના ૧૮૦૦ જેટલા ખેડૂતોના અંદાજે ૧૧.૬૨ કરોડ જેટલા નાણા આજે પણ ચૂકવવાના બાકી છે.

 સરકારી પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત સરદાર કો-ઓપરેટીવ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો વહીવટ ખાડે જતા ખેડૂતોના નાણા સલવાયા હતા. દસ દસ વર્ષથી પોતાના હકકનાં નાણાં મેળવવા ખેડૂતોએ મુખ્યમંત્રી સહીત રજૂઆતો કરી હતી. જો કે સુગર ફેક્ટરીના નામે રાજકીય રોટલા શેકાયા હતા.

 આખરે સુગર ફેક્ટરીની હરાજી પણ કરી દેવાઈ હતી.પરંતુ ખેડૂતોના નાણાં મળ્યા નથી. જેને લઇ ખેડૂતો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યાં છે. ખેડૂતો માટે મંડળીના સભાસદો અને પ્રતિનિધિઓ તેમજ બાકીદારોએ ૨૪ મીએ  છોટાઉદેપુર જીલ્લા કલેકટરને આવેદન પણ પાઠવ્યું હતું

(11:17 pm IST)