Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

અમદાવાદના વટવામાં દારૂના પૈસા નહીં આપતા માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા :આરોપીની દિલ્હીથી ધરપકડ

મૃતકની કોલડિટેલના આધારે આરોપી યોગેશસિંહનું નામ ખુલ્યું

અમદાવાદમાં દારૂના પૈસા માટે યોગેશસિંગે મૃતક કાંતિભાઇના માથામાં બોથડ પદાર્થ મારી તેની ઘાતકી હત્યા કરી હતી. પોલીસે તપાસ કરીને આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી.  

 

  હત્યા બાદ પોલીસે ત્રણ ટીમો બનાવી હતી જો કે કોઇ કડી ન મળતા મૃતકના ફોનની ડિટેઇલ મંગાવીને વધુ વખત વાત કરનારા લોકોની યાદી બનાવી હતી અને તેમાંથી શકમંદ 50 લોકોને પૂછપરછમાં યોગેશસિંગનું નામ મળ્યું હતું.

(11:16 pm IST)