Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

અમદાવાદમાં ચેઇન સ્નેચિંગનો આરોપી મહોમદ ઝડપાયો

સોનાનું ડોકિયું ,પેન્ડલ અને બે ચેન સાથે 1,20 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદમાં વધતા ચેઇન સ્નેચીંગના ગુનાને અંકુશમાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતર્ક બની છે. પોલીસે એક આરોપી મહોમદ સોહીલ ઉર્ફે બોબાની સારંગપુર નજીકથી ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી સોનાંનું ડોકિયું, સોનાનું પેડલ અને બે સોનાના દોરા સાથે એક લાખ 20 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

 

   આરોપી અગાઉ દાણીલીમડા, કાગડાપીઠ, મણિનગર અને ચાંદખેડા જેવા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચીંગના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. સુરત અને રાજકોટ જેલમાં પાસાની સજા પણ કાપી ચુક્યો છે. આરોપી પોતાના સાગરીત સાથે ચોરીની મોટરસાઈલ પર એકલ દોકલ મહિલા અને પુરુષના ગળામાથી ચેઇન તોડીને ફરાર થઇ જતો હતો. અમદાવાદના કૃષ્ણનગર અરિહંત સોસાયટીના નાકેથી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા સીસીટીવી કેમેરા કેદ થયો હતો.

(10:56 pm IST)