Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

નોકરીલક્ષી નકલી વેબસાઇટ બનાવી બેરોજગાર યુવાનોને છેતરતી ગેંગને દિલ્હીથી ઝડપી લેતી વડોદરા સાયબર સેલ

દિલ્હીમાં વિવિધ કંપનીઓ ખોલીને લાંબા સમયથી છેતરપીંડી કરતી હતી

વડોદરા :નોકરીલક્ષી નકલી વેબસાઈટ બનાવી બેરોજગાર યુવાનો સાથે ઓનલાઈન છેતરપીંડી કરતી આંતરરાજ્ય ગેંગનાં બે મુખ્ય સુત્રધારોને દિલ્હી ખાતેથી વડોદરા સાયબર સેલે ઝડપી પાડ્યા છે. લોકોને નોકરી માટે આવેદનનાં નાણાં ભરાવ્યા બાદ તેમના ખાતામાંથી મોટી રકમનું ગબન કરી લેતા હતા.

 

 આ ટોળકીએ દિલ્હીમાં વિવિધ કંપનીઓ ખોલીને લાંબા સમયથી છેતરપીંડી કરતી હતી. પીડીતની ફરિયાદના આધારે પોલિસે દરોડા પાડીને નવ છોકરીઓ સહિત એક યુવકની ધરપકડ કરી છે.

 પોલિસે કબજે લીધેલ દસ્તાવેજોના આધારે વિવિધ શહેરોમાંથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલિસને કૌભાંડનાં હાલ બે મુખ્ય સુત્રધારોની તલાશમાં છે. ઉચ્ચઅભ્યાસ કરનાર બેરોજગારો ને નોકરી અપાવવાના બહાને ચૂનો ચોપડનાર ઝડપાયેલા આરોપીઓ ૧૨ પાસ છે

(9:58 pm IST)