Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

અમદાવાદના વાતાવરણમાં ઉથલપાથલ :દિવસે ઉકળાટ અને ગરમી બાદ રાત્રે ઠંડીનો ચમકારો

મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રીએ સરક્યું

દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. મોડી રાતે ઠંડીનો વર્તારો શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી  અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે.

(8:31 pm IST)