Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કોવિડ કેરમાંથી છલાંગ લગાવીને યુવકનો આપઘાત

મૃતક યુવક મૂળ મધ્ય પ્રદેશનો વતની હતો : મને સારું નથી લાગતું કંટાળો આવે છે આવું કહીને અગાઉ ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર મજૂરે જિંદગી ટૂંકાવી

સુરત,તા.૩૦ : કોરોનાનો ડર કેવો છે અને લોકોમાં કેવો ડરનો માહોલ છે, તેનું ઉદાહરણ સુરતના એક કોવિડ કેર સેન્ટરમાંથી બહાર આવ્યું છે જ્યાં એક યુવકે કોરોનાના ડરથી આપઘાત કરી લીધો છે. બનાવની વિગત મુજબ કોવિડ સેન્ટરમાંથી ભાગવાનો પ્રયાસ કરનાર યુવક અસફળ રહેતા તેણે કૂદકો મારી મોતને વ્હાલું કર્યુ છે. સુરતના વેસુ સમરસ કોવીડ કેર સેન્ટરમાંથી એક યુવાને આજે મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. મૃતક શિવ દયાળ લીલારે મધ્ય પ્રદેશનો વતની અને સુરતમાં શ્રી નાથજી ટ્રાવેલ્સમાં મજુરી કામ કરતો હતો. સોમવારના રોજ શિવ દયાળ ને યુનિવર્સીટી રોડ પર આવેલી સમરસ કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે જણાવ્યું હતુંબકે, મૃતક શિવ દયાળ ની ઉંમર ૩૫ વર્ષીયની હોવાનું બહાર આવ્યું છે. શિવ દયાળે આજે સવારે ૪ વાગે ભાગવાની કોશિશ કરી હતી. જોકે અસફળ રહેતા સવારે ૭ વાગે ટોયલેટ ની બારી માંથી મોતની છલાંગ લગાવતા હોબાળો મચી ગયો હતો.

              જોકે શિવ દયાળે ક્યાં કારણોસર સુસાઇડ કર્યું તે જાણી શકાયું નહોતું.  વધુમાં ઉમેર્યું હતું કે, શિવ દયાળ સરદાર માર્કેટ શ્રી નાથ ટ્રાવેલ્સમાં જ રહેતો હતો. બસ માં સમાન ચડાવવાનું કામ કરતો હતો. ૯માં માળેથી બાથરૂમની બારી મારી જંપલાવ્યું હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. શિવ દયાળે સવારે ૫ વાગે તેના મિત્ર રામ પ્રસાદ લીલારે સાથે વાત કરી હતી. જેમાં મૃતક કે જણાવ્યું હતું કે. મને અહીં સારું નથી લાગતું કંટારો આવે છે. ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ આવી હતી અને અન્ય દાખલ લોકોના પણ ટોળા વળી ગયા હતા. જ્યાં કોરોનાના ખતરાથી દૂર રહેવા માટે આવ્યો હતો ત્યાં જ મોત મળી ગયું. નબળા વિચારના પગલે એક મજૂરે આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા સમગ્ર સુરતમાં ચકચાર મચી ગઈ છે.

(7:30 pm IST)