Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સુરતના કતારગામમાં રખડતા પશુને પકડવા ગયેલ મનપાની ટિમ પર માથાભારે શખ્સોનો હુમલો થતા પશુપાલક પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના કતારગામ ઝોનમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર માથાભારે પશુપાલકોએ હુમલો કરતાં અમરોલી પોલીસે પશુપાલક પિતા-પુત્ર વિરૂદ્ધ કલાકો બાદ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, કતારગામ ઝોનમાં કતારગામ અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રખડતા ઢોરની ફરિયાદ મળતાં ગતરોજ સવારે ઢોર પાર્ટીએ ચાર રખડતી ગાય પકડી હતી. દરમિયાન, 15-20 જેટલા માથાભારે પશુપાલકોએ મ્યુનિની ટીમ પર હુમલો કર્યો અને ગાય છોડવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ટીમે ગાયોને ઢોર ડબ્બામાં મુકી દીધી હતી. જેથી ટીમ પર પશુપાલકોએ લાઠીથી હુમલો કરતા કર્મચારીને ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પીટલમાં લઈ જવામા આવ્યા હતા. 

આ અંગે કલાકો રાહ જોવડાવ્યા બાદ અમરોલી પોલીસે રાત્રે 9 વાગ્યે મ્યુનિના કર્મચારી હર્ષદભાઈ ચંદ્રકાંતભાઇ અરોડેની ફરિયાદના આધારે રણછોડભાઇ હરીભાઇ પરમાર અને તેમના પુત્ર ભરત વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. 

(5:19 pm IST)