Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વડોદરામાં મકરપુરા જીઆઈડીસીમાં દાળ મિલની આડમાં વિદેશી દારૂનો વેપલો ચલાવતા આરોપીની પીસીબી પોલીસે ઝડપી પાડયા

વડોદરા: શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં દાળ મિલની આડમાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૃની ૨૧ બોટલ અને બીયરના ૨૩૪ ટીન કબ્જે લીધા છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે મકરપુરા જીઆઈડીસીના શેડ નંબર ૯૦૭-૧,માં ગાયત્રી દાળ મિલની આડમાં મિલ માલિક વિપુલ સતિષભાઈ પટેલ (રહે. પ્રાર્થના ફલેટ, ઈવા મોલ પાસે માંજલપુર) દારૃનો ધંધો કરે છે. અને હહાલમાં પ્લાસ્ટિકના થેલામાં દારૃ ભરીને લાવ્યો છે. જેથી પીસીબી પોલીસની ટીમે દાળ મિલમાં દરોડો પાડતાં પ્લાસ્ટિકના થેલામાં ભરેલી વિદેશી દારૃની ૨૧ બોટલ અને બીયરના ૨૩૪ ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે મિલ માલિક વિપુલ પટેલની ધરપકડ કરી દારૃ, બીયર અને મોબાઈલ ફોન મળીને કુલ રૃપિયા ૩૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

(5:16 pm IST)