Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગુજરાતમાં ઓનલાઇન શિક્ષણ મહદ અંશે નિષ્ફળ

સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજ દ્વારા હાથ ધરાયેલ સર્વેનું તારણ : યશવંત જનાણી : ગ્રાન્ટેડમાં ઓનલાઇન શિક્ષણનું પ્રમાણ માત્ર ૪૨% : સ્વનિર્ભરમાં ઓનલાઇન શિક્ષણનું પ્રમાણ ૮૬% જેટલુ : પ ટકા વિદ્યાર્થીઓએ આ વર્ષે ભણવાનું માંડી વાળ્યુ : ૬૦ ટકા શાળા ખુલે પછી અભ્યાસ કરવાની રાહ જોઇ રહ્યા છે : ૬૭ ટકા વિદ્યાર્થીઓ સ્વનિર્ભર શાળા છોડી સરકારીમાં જતા રહ્યા

રાજકોટ તા. ૩૦ : સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજ દ્વારા એક હાથ ધરવામાં આવેલ ટેલીફોનિક અને વિઝીટીંગ રેન્ડમ સર્વેમાં ગુજરાતમાં ઓનલાઇન શિક્ષણનો પ્રયોગ મહદઅંશે નિષ્ફળ રહ્યો હોવાનું સમાજના ચેરમેન યશવંત જનાણીએ એક યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે ગુજરાતમાં ૪૫ હજાર જેટલી પ્રાથમિક શાળાઓ અને ૩૫૦૦ જેટલી ગ્રાન્ટેડ તથા ૧૨ હજાર સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચ માધ્યમિકમાં ઓનલાઇન શિક્ષણનું પ્રમાણ ૧૦૦ માંથી ૪૨% અને નોનગ્રાન્ટેડ એટલે કે સ્વનિર્ભર શાળાઓમાં આ પ્રમાણ ૮૬% નોંધાયુ. ધો.૮ મું પાસ થયેલ વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૩૫ ટકા વિદ્યાર્થીઓએ ધો.૯ માં પ્રવેશ મેળવી લીધો છે. પ % વિદ્યાર્થીઓએ તો આ વર્ષે ભણવાનું જ માંડી વાળ્યુ છે. ૬૦ % વિદ્યાર્થીઓ શાળા ખુલે તેની રાહ જુએ છે. મતલબ ૯૦ લાખ વિદ્યાર્થીઓમાંથી ૬૦ ટકા વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ તરફ વળી ગયા છે.

જયારથી ઓનલાઇન શિક્ષણનો અમલ થયો ત્યારથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્નેની મુશ્કેલીઓ વધી છે. નવા મોબાઇલ ખરીદવાની જરૂર પડી. કુટુંબદીઠ એક જ મોબાઇલ ધરાવનારા સાધારણ પરિવારોમાં ઓનલાઇન શિક્ષણથી એક અંતરાલ ઉભો થયો. આમ મહદ અંશે ઓનલાઇન શિક્ષણનો પ્રયોગ નિષ્ફળ ગયો હોવાનું અંતમાં યશવંત જનાણી (ફોન ૦૨૮૧ ૨૫૬૩૫૨૭) એ જણાવેલ છે.

(3:56 pm IST)