Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે લક્ઝરી બસ ને નડ્યો ગમખ્વાર અકસ્માત : લકઝરી બસ ખાઈમાં ખાબકી : 21 લોકોનાં મોત : 20 થી વધુ ગંભીર ઘાયલ : મુખ્યમંત્રી વિજયભાઈએ અકસ્માતમાં જાન ગુમાવનારા કમનસીબ મુસાફર વ્યક્તિઓ પ્રત્યે શોક દર્શાવ્યો

અંબાજી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત : તમામ યાત્રીઓ આણંદ જિલ્લાના આરોદર તાલુકાના હતા

યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે  લકઝરી બસ ખાઈમાં ખાબકી હતી. જેમાં ૨૧ લોકોનાં મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાની અંદાજ છે. પોલીસ સહિત વહીવટી અધકારીઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી હતી. તમામ યાત્રીઓ આણંદ જિલ્લાના આરોદર તાલુકાના હતા. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યા. ત્યારે દાંતા તરફ આ બસ જઈ રહી હતી ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે તે પલટી ગઈ હતી..

   પોલીસ  સહિત વહીવટી અધકારીઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી હતી. તમામ યાત્રીઓ આણંદ જિલ્લાના આરોદર તાલુકાના હતા. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યા. ત્યારે દાંતા તરફ આ બસ જઈ રહી હતી ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે તે પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતને લઈ જિલ્લા વહીવટીતંત્ર ફાયર બ્રિગેડ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત બાદ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. તો ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે.

મુખ્મંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે  યાત્રાળુ બસ ને થયેલા માર્ગ અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરી વિગતો મેળવી હતી. તેમણે આ અકસ્માત માં જાન ગુમાવનારા કમનસીબ મુસાફર વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનો ને દિલસોજી પાઠવી હતી. મુખ્મંત્રીએ આ અકસ્માત માં ઇજા પામેલા વ્યક્તિઓ ને તાત્કાલિક યોગ્ય સારવાર નો પ્રબંધ કરવા પણ જીલ્લા કલેકટર અને  તંત્ર ને સૂચનાઓ આપી છે.

(9:31 pm IST)