Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

નડિયાદ પશ્ચિમ પોલીસે દિનશાનગર નહેર નજીકથી જાહેરમાં હારજીતનો જુગાર રમનાર 6શકુનિઓની ધરપકડ કરી

નડિયાદ: પશ્ચિમ પોલીસે દિનશાનગર નહેર પાસે છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં નિલેશ ભીખાભાઇ પ્રજાપતી, બલરામ રમેશભાઇ ગોહેલ, પ્રતાપ ચંદુભાઇ તળપદા, દિનેશ રાવજીભાઇ જાદવ, કાર્તિક દશરથભાઇ તળપદા અને વિરાજ હેમાજી મારવાડી (તમામ રહે. દિનશા નગર)નાઓને ઝડપી પાડ્યા હતા. તેઓની અંગઝડતીમાંથી પોલીસે ૧૯૬૦ અને દાવ પર લગાવેલ રૂ.૩૭૦ મળી કુલ રૂ.૨૩૩૦ની રોકડ રકમ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:17 pm IST)