Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બનાસકાંઠામાં ગેરકાયદે ખનન સામે તંત્રના આંખ આડા કાન: 5અધિકારીઓને દંડ ફટકારવામાં આવતા ચકચાર

બનાસકાંઠા:જિલ્લાના જંગલ વિસ્તાર ધરાવતા બાલારામ-અંબાજી વન્ય અભ્યારણ વિસ્તારમાં કેટલીક ગેરકાયદેસર ખામો અને ક્વોરીના ઉદ્યોગો ધમધમી રહ્યા હોય તેને લઈને જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચતી હોઈ તેમ ક્વોરી ઉદ્યોગથી હવામાન પ્રદૂષિત થવાથી વન્ય વનસ્પતિઓને નુકસાન થતું હોવાની અરજદાર દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દિલ્હી ખાતે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈ નેશનલ ટ્રિબ્યુનલ દ્વારા વન્ય અભ્યારણના જતન માટે બનાસકાંઠા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી હતી. અને રજૂઆત મુદ્દે યોગ્ય તપાસ કરી તેનો એક માસની અંદર ટ્રીબ્યુનલને રિપોર્ટ સોંપવાનો આદેશ કરાયો હતો. પરંતુ કમિટીના અધિકારીઓ દ્વારા ટ્રીબ્યુનલ દ્વારા કરવામાં આવેલ આદેશની અવગણના કરીને રિપોર્ટ રજૂ કરવામાં ના આવતા ટ્રીબ્યુલન દ્વારા બનાસકાંઠાના ઉચ્ચ અધિકારીઓની સમિતિને મુદ્દે અહેવાલ રજૂ કરવા માટે છેલ્લી એક તક આપવામાં આવી છે. અને કમિટીના દરેક સભ્યોની ખર્ચના રૃપિયા લાખ આપવા માટે હુકમ કરવામાં આવતા વહિવટીતંત્ર ઉચ્ચ અધિકારીઓ અવઢવમાં મુકાઈ જવા પામ્યા છે. જોકે અભ્યારણમાં ચાલતા બિનઅધિકૃત ખનન અને ક્વોરી ઉદ્યોગ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરનાર અરજદારના જણાવ્યા મુજબ બાલારામ-અંબાજીના જંગલ વિસ્તાર વન્ય પ્રાણીઓના વસવાટ માટે સુરક્ષિત અને અભ્યારણ તરીકે જાહેર કરાયું છે. વિવિધ વનસ્પતિ અને વન્ય પ્રાણીસૃષ્ટિ ધરાવતા અભ્યારણના એક કિલોમીટરની ત્રિજ્યામાં ખાણકામન કોઈ મંજૂરી મળતી નથી તેવું વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ મુજબ જણાવાયું છે. તેમછતાં અભ્યારણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ક્વોરીઓ ધમધમતી હોઈ તેનાથી વન્ય પ્રાણીઓને ખલેલ અને વનસ્પતિને નુકશાન પહોંચતું હોઈ બિન અધિકૃત ક્વોરીઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત થઈ હતી. જે મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા બનાસકાંઠાના ઉચ્ચ અધિકારીઓની નીમવામાં આવેલ કમિટીને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો હતો. જેમાં તંત્ર તેમજ કમિટીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ જિલ્લા કલેક્ટર, નાયબ વન સંરક્ષક બનાસકાંઠા, જિલ્લા ખાણ ખનિજ અધિકારીને અંગે રિપોર્ટ ના આપતા તા.૨૪--૧૯ના રોજ હુકમ કરીને વહિવટીતંત્ર તેમજ સમિતિને તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે છેલ્લી તક આપવામાં આવી હતી. જેમાં રૃપિયા લાખના ખર્ચની ચુકવણીને આધિન રહેશે જે દરેક સંબંધિત વિભાગોએ ચૂકવવાના રહેશે તેવો આદેશ કરવામાં આવતા અધિકારી આલમમાં ખળભળાટ મચ્યો છે.

(6:14 pm IST)