Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સુરતની અડાજણ સ્ટાર બજાર નજીક બાઈક સ્નેચરો મહિલાનું 1.03 લાખની મતા વાળું પર્સ ચોરી છૂમંતર....

સુરત:અડાજણ સ્ટાર બજાર પાસેથી મોપેડ પર પસાર થઇ રહેલી મહિલા દુકાનદારના હાથમાંથી મોટર સાયકલ સવાર સ્નેચરો રૃ.1.03 લાખની મત્તાવાળું પર્સ આંચકીને ભાગી ગયા હતા. લોકોએ સ્નેચરોનો પીછો કર્યો હતો પરંતુ તેઓ હાથમાં આવ્યા ન્હોતા.

પુણાગામ અમેઝીયા વોટર પાર્ક નજીક ડી.જી પોઇન્ટ ટાવરમાં રહેતા શારદાબેન કાંતીભાઇ છોક (ઉ..૪૨) વેસુ વીઆઇપી રોડ પર મહિલાના ફેન્સી પર્સની દુકાન ધરાવે છે. શનિવારે રાત્રે 9-૦૦ વાગ્યાના અરસામાં દુકાનેથી નીકળી ફ્રેન્ડ સાથે મોપેડ પર અડાજણ વિસ્તારમાં જઇ રહ્યા હતા. ત્યારે અડાજણ સ્ટાર બજાર નજીક મોટર સાયકલ સવાર સ્નેચરોએ પાછળથી ઘસી આવી મોપેડ પર પાછળની સીટ પર બેઠેલા શારદાબેનના હાથમાંથી પર્સ આંચકીને ભાગી ગયા હતા. શારદાબેને બુમાબુમ કરતા ત્રણ મોટર સાયકલ સવારોએ પીછો કર્યો હતો. પરંતુ વાહનોની અવરજવર વધુ હોવાથી સ્નેચરો ભાગી જવામાં સફળ રહ્યા હતા.

(6:09 pm IST)