Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જી.સી.એના નવા વાઇસ પ્રેસિડેન્ડ તરીકે ધનરાજ નથવાણી ચૂંટાયા

અશોક બ્રહ્મભટ્ટ સેક્રેટરી,અનિલ પટેલ જોઇન્ટ સેક્રેટરી અને ભરત ઝવેરી ટ્રેઝરર તરીકે

અમદાવાદ,તા.૩૦:ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ) મળેલી સભા (એ.જી.એમ.)માં નવા હોદ્દેદારોની ચુંટણી કરવામાં આવી હતી. જી.સી.એ.ના નવા વાઇસ પ્રેસિડેન્ટ તેરીકે ધનરાજ નથવાણી ચુંટાયા હતા. જ્યારે સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ્ટ,જોઇન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરી ચૂંટાયા હતા. અમદાવાદમાં યોજવામાં આવેલી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષિક  સાધારણ સભામાં બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી. આઇ)ની કમીટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સી.ઓ.એ) દ્વારા નિમવામાં આવેલા ઇલેકટોરલ ઓફિસર શ્રી વરેશ સિન્હા (આઇ.એ.એસ)ની ઉપસ્થિતમાં જી.સી.એ.ના નવા હોદ્દેદારોની ચુંટણી કરવામાં આવી હતી. તમામ હોદ્દેદારોની ચુંટણી બીનહરીફ થઇ હતી.

જી.સી.એ.ના નવા ચુંટાયેલા ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે 'મારામાં વિશ્વાસ વ્યકત કરવા બદલ હું જી.સી.એ.ના તમામ સભ્યોનો અભારી છું અને નમ્રતાપૂર્વક આ મોટી જવાબદારી સ્વીકારું છું'વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન સમા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમના નિર્માણના પ્રોજેકટની પૂર્ણતા અને વિશ્વભરમાં ક્રિકેટ માટે સૌથી પસંદગીનું સ્ટેડિયમ બનાવવાનું કાર્ય મારા માટે અગ્રતાક્રમે રહેશે.'

શ્રી નથવાણીએ ઉમેયું હતું કે જી.સી.એ.ના પ્રસિડેન્ટ તરીકે ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પરિમલભાઇ નથવાણી અને જોઇન્ટ સેક્રેટરી તરીકે જય શાહની ખુબ જ મહેનત અને લગનથી નવનિર્માણ પામી રહેલા સ્ટેડિયમનું ૯૦ ટકા સુધીનું બાંધકામ પૂર્ણ થઇ ચુકયું છે. જી.સી.એ.ની સમિતિ સૌ સાથી સભ્યોની મદદ અને સહકારથી આ કાર્ય પૂર્ણ કરવાને હું પ્રાથમિકતા આપીશ

(3:55 pm IST)