Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અલ્પેશ ઠાકોર સામે રઘુ દેસાઇ ટકરાશે ખેરાલુમાં અજમલજી ઠાકોર સામે બાબુજી ઠાકોર

કોંગ્રેસે બાકીની બે બેઠકો માટે પણ જાહેર કર્યા નામો : થશે કાંટે કી ટક્કર

રાજકોટ, તા. ૩૦ :  ગુજરાતની ૬ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે તમામ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે. રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે રઘુ દેસાઇને ટિકીટ આપી છે તો ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર સામે બાબુજી ઉજમલની ઠાકોરને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. બન્ને બેઠકો પર કાંટે કી ટક્કર જામશે.

ભાજપે તમામ છ બેઠકો માટે નામો જાહેર કરી દીધા હતા જેમાં રાધનપુરમાં અલ્પેશ ઠાકોર, બાયડમાં ધવલસિંહ ઝાલા, થરાદમાં જીવરાજ પટેલ, ખેરાલુમાં અજમલજી ઠાકરો, લુણાવાડમાં જીજ્ઞેશ સેવક તથા અમરાઇવાડીમાં જગદીશ પટેલ પર પસંદગી ઉતારાઇ હતી.

કોંગ્રેસે થરાદમાં ગુલાબસિંહ રાજપૂત,  બાયપડમાં જશુભાઇ પટેલ, લુણાવાડમાં ગુલાબસિંહ ચૌહાણ, અમરાઇવાડીમાં ધર્મેન્દ્ર પટેલની જાહેરાત કરી હતી.

દરમિયાન આજે સવારે કોંગ્રેસે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે રઘુભાઇ દેસાઇ તો ખેરાલુમાં બાબુજી ઠાકોરને ટિકિટ આપ્યાનું સત્તાવાર રીતે જાહેર કર્યુ છે.

રાધનપુરમાં કોંગ્રેસે કદાવર નેતા રઘુ દેસાઇને મેદાનમાં ઉતારતા આ બેઠક પર અલ્પેશ ઠાકોર ત્થા રઘુ દેસાઇ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામશે.

બીજી તરફ ખેરાલુ બેઠક પર અજમલજી ઠાકોર સામે કોંગ્રેસે કસાયેલા નેતા બાબુજી ઠાકોરને ટિકીટ આપતા અહીંયા પણ કાંટે કી ટક્કર જામશે.

ભાજપ અને કોંગ્રેસે તમામ બેઠકો ઉપર નામો જાહેર કરી દેતા હવે બન્ને પક્ષ ચૂંટણી વ્યુહમાં ગોઠવાયા છે. કોંગ્રેસ અને એન.સી.પી. વચ્ચેના ગઠબંધનનો છેદ પણ ઉડી ગયો છે.

(3:44 pm IST)