Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજ્યમાં 33 જિલ્લાના 213 તાલુકામાં વરસાદ: અનેક પંથક ધોધમાર વરસાદ અને જળબંબાકાર જેવી સ્થિતિ

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં 5થી 14 ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ : રાજ્યભરમાં છેલ્લા 24 કલાકથી મેઘો મહેરબાન થયો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ અને જળબંબાકારની સ્થિતી છે. તેવામાં હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે ભાણવડમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે

ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધારે 13 ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના જામકંડોરણામાં નવ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જામનગરના જોમજોધપુરમાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

(2:03 pm IST)