Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સુરતમાં વાલીઓએ શિક્ષકને મારતા 400 સ્કૂલ શિક્ષકો હડતાલ ઉપર ઉતર્યા :કલેકટર-પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું

વરાછાની યોગી ચોક વિસ્તારની આશાદીપ વિધાલય -1માં છાત્રને માર માર્યા બાદ વાલીઓએ ઉશ્કેરાઈ શિક્ષકને લાકડાંથી ફટકારવાનો મુદ્દો ગરમાયો

સુરત : તાજેતરમાં સુરતના વરાછાના યોગી ચોક વિસ્તારની આશાદીપ વિદ્યાલય-1નાં શિક્ષકે ધોરણ 12નાં વિદ્યાર્થીને માર માર્યો હતો. જે બાદ ઉશ્કારાયેલા વાલીઓએ શાળામાં જઇને માર મારનાર શિક્ષકને લાકડાથી ફટકાર્યો હતો. જેના પગલે  400 જેટલા સ્કૂલનાં શિક્ષકો હડતાલ પર છે અને સવારે 11 કલાકે કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું છે

  .વરાછાનાં યોગીચોક વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલય-1માં વિદ્યાર્થીને માર મારવામાં આવતા વિવાદ થયો હતો. શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીને શિક્ષકે માર માર્યો જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જે બાદ ઘણાં જ વાયરલ પણ થયા હતાં

 આ  સમગ્ર ઘટના બાદ ઉશ્કેરાયેલા વાલીઓએ ગત બુધવારે શાળાએ દોડી આવતા મામલો બીચકયો હતો અને રોષે ભરાયેલા વાલીઓએ માર મારનાર સહિત અન્ય શિક્ષકોને લાકડાના ફટકા લઈને માર માર્યો હતો.શિક્ષકોને માર મરાતા ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

(1:54 pm IST)