Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

લુણાવાડા બેઠક માટે ભાજપે જીગ્નેશ સેવકનું નામ જાહેર થતા હોબાળો : APMC ચેરમેન સહિતનાએ વિરોધ કર્યો

મહીસાગરની લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપે જિગ્નેશ સેવકનું નામ જાહેર કર્યું છે. આ સમયે લુણાવાડામાં ભાજપના કાર્યકર્તાઓ જ વિરોધમાં ઉતર્યા છે. ભાજપના જ કાર્યકરો જિગ્નેશ સેવકનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના APMC ચેરમેન ભુલાભાઈ પટેલ અને ભરત ત્રિવેદીએ જિગ્નેશ સેવકનો વિરોધ નોંધાવ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે જિગ્નેશ સેવકે મંદિરમાં દર્શન કર્યા અને ભગવાનના આર્શિવાદ લઈને ભાજપમાં સામેલ થવાનું મન બનાવી લીધું હતું.

(11:44 am IST)