Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરની પાછળથી કાર ઘૂસી જતાં અકસ્માત: 5 લોકોના મોત

ભરુચથી અમદાવાદ તરફ જતા સમયે ટ્રેલરની પાછળથી આવતી કાર ઘુસી ગઈ

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરમાં પાછળથી કાર ઘૂસી જતાં આ દુર્ધટના બની હતી. આ ઘટનામાં 5 લોકોના કરૂણમોત નિપજ્યાં છે. ભરુચથી અમદાવાદ તરફ જતા સમયે ટ્રેલરની પાછળથી આવી રહેલી કાર અચાનકથી ટ્રેલરના પાછળના ભાગે ઘૂસી ગઇ હતી.

ભરુચથી અમદાવાદ તરફ જતા સમયે બન્ને વાહનો વચ્ચે થયેલા અકસ્માતના દ્વશ્યો જોઇ વાહન ચાલકો હચમચી ગયા હતાં.મૃતકો ભરૂચના હોવાનું મનાઇ રહ્યું છે. મકવા ગામ પાસે થયેલાં આ અકસ્માતની જાણ થતાં મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફરીયાદ નોંધવાની સાથે સાથે પોલીસે પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ ઘટનાને પગલે ટ્રાફિક જામ થયો હતોં. ત્યાં પહોંચેલી પોલીસે ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી.

 
(11:53 am IST)