Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગુજરાતમાં ભારે વરસાદ માટેની ચેતવણી યથાવત

સૌરાષ્ટ્રના ડેમ ઓવરફલો થયા

અમદાવાદ, તા. ૨૯ : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવક વધતા રાજકોટના આજી એક અને બે તેમજ ન્યારી એક અને બે ડેમ ફરીવાર ઓવરફ્લો થયા છે. લાલપરી તળાવ પણ છલોછલ થયું છે. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરવો ડેમ, ઉંડ ડેમ, આજી-૩, ઓઝત , ફોદાળા, વેણુ ડેમ સહિતના અનેક ડેમ અને જળાશયો છલકાયા છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણમાં તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, મોરબી અને દ્ધારકામાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

(9:05 pm IST)