Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વધેલી ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા 6 શખ્શોને રૂ .૨૮,૩૩૦સાથે LCBએ ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકરસિંહની સુચના મુજબ એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે વધેલી ગામની સીમમાં કેટલાંક લોકો હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની બાતમીના આધારે ત્યાં એલ.સી.બી.ટીમે જુગાર અંગેની રેઇડ કરતા કુલ -૦૬ ( ૧ ) જગદીશ અંબુભાઇ બારીયા ( ૨ ) પ્રવિણભાઇ સુકાભાઇ બારીયા ( 3 ) રાહુલભાઇ હસમુખ બારીયા ( ૪ ) આકાશકુમાર કાંતીભાઇ બારીયા ( ૫ ) મુકેશભાઇ શનાભાઇ બારીયા ( ૬ ) રાકેશભાઇ મુકેશભાઇ બારીયા (તમામ રહે . વધેલી તા.તિલકવાડા જી.નર્મદા)નાને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ .૨૦,૩૩૦ તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂ. ૮,૦૦૦  ના મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ. ૨૮,૩૩૦ના મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.

(11:10 pm IST)