Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

૩ દિવસના મીની વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૧ લાખ કરતા વધુ પ્રવાસીઓ ઉમટ્યાઃ છેલ્લા દોઢ વર્ષથી બંધ SOU પ્રવાસીઓથી ધમધમતું થતાં સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થયો

સોમવારના રોજ સ્ટેચ્યું ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા મેઇન્ટેનન્સ કાર્ય માટે બંધ રાખવામાં આવે છે પરંતુ જન્માષ્ટમી હોવાના કારણે પ્રવાસીઓ માટે SOU ખુલ્લું રાખવામાં આવ્યું હતુંઃ આવતી કાલે SOU બંધ રાખવામાં આવશે

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે જન્માષ્ટમીની રજાઓ સાથે 3 દિવસના મિનિ વેકેશનમાં 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ ઉમટ્યા છે, ત્યારે છેલ્લા દોઢ વર્ષથી બંધ SOU પ્રવાસીઓથી ધમધમતું થતાં સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થયો છે.

આમ તો, સોમવારના રોજ સ્ટેચ્યું ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા મેઇન્ટેનન્સ કાર્ય માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ જન્માષ્ટમી હોવાના કારણે પ્રવાસીઓ માટે SOU ખુલ્લું રાખવામાં આવ્યું છે, ત્યારે આવતી કાલે એટલે, મંગળવારના રોજ SOU બંધ રાખવામાં આવશે. 3 દિવસના મીની વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર થઇ ચુકી છે. જોકે, વધુ પ્રવાસીઓ આવતા હોવાથી પાર્કિંગની સુવિધા પણ વધારી દેવામાં આવી છે. પ્રવાસીઓ માટે સ્પેશિયલ સ્ટેચ્યું સુધી લઈ જવા અને લાવવા માટે વધુ બસ સુવિધા ઉભી કરવામાં આવી છે. અહી કોવિડ ગાઈડલાઇનનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. જોકે, છેલ્લા દોઢ વર્ષથી અહીના જે સ્થાનિકોની રોજગારી બંધ થઇ હતી, ત્યારે SOU પરિસર પ્રવાસીઓથી ધમધમતું થતાં સ્થાનિકોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

(6:01 pm IST)