Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વડોદરા:ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને દંપતી પાસેથી 7.50 લાખની છેતરપિંડી આચરનાર ત્રણ આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી

વડોદરા : ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા,પરમિટ અને  ટિકિટ આપીને દંપતી પાસેથી ૭.૫૦ લાખ રૃપિયા પડાવી લેનાર કાસ્પર ઇન્ટરનેશનલ ઇમિગ્રેશનના સંચાલક સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

કરજણ તાલુકાના કોળીયાદ ગામે રહેતા મિતેષ ભોગીલાલ પટેલ ખેતીકામ કરે છે.તેમણે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારે અને મારી પત્ની ભૂમિકાને ઓસ્ટ્રેલિયા જવાની ઇચ્છા હતી.વર્ષ-૨૦૨૦ માં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા  પાસે આવેલી કાસ્પર ઇન્ટરનેશનલ ઇમિગ્રેશનની ઓફિસે  ગયો હતો.ત્યાં મને મારો મિત્ર અલ્પેશ રમણભાઇ ચાવડા(રહે.દુર્ગા એન્કલેવ,વડસર) મળ્યો હતો.અલ્પેશ સાથે મારી  ઓળખાણ બે વર્ષ પહેલા થઇ  હતી.મેં તેને ઓસ્ટ્રેલિયા જવાની વાત કરી હતી.અલ્પેશ ચાવડાએ મારી ઓળખાણ ઓફિસના માલિક જયમીન વ્યાસ સાથે કરાવી જણાવ્યું હતું કે,હું કાસ્પર ઇન્ટરનેશનલમાં નોકરી કરૃ છું.અમારી ઓફિસનુ તમામ સંચાલન નિમેષ પટેલ અને જયમીન વ્યાસ કરે છે.જયમીન વ્યાસે મને કહ્યું હતું કે,ઓસ્ટ્રેલિયા જવા માટેનો ટોટલ ખર્ચ સાડા સાત લાખ રૃપિયા થશે.અને તમારૃં આગળનું કામ તમારા મિત્ર અલ્પેશ ચાવડા કરશે.અલ્પેશ મારો મિત્ર થતો હોય મેં તેના પર વિશ્વાસ કર્યો હતો.થોડા દિવસ પછી હું અલ્પેશની ઓફિસે જઇને મારી અને  મારી પત્નીની ફાઇલ આપી આવ્યો હતો.ત્યારબાદ મેં તા.૨૪-૦૨-૨૦૨૦ ના  રોજ અલ્પેશ ચાવડાના એકાઉન્ટમાં પાંચ લાખ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.અને બીજે દિવસે રોકડા અઢી લાખ આપ્યા હતા.

(4:57 pm IST)