Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીના સગાઓ પાસેથી રૂપિયા પડાવતા બે ઠગોને પોલીસે રંગે હાથે ઝડપી જેલ હવાલે કર્યા

નડિયાદ:તાલુકાના ચોપાઝીની મુવાડીમાં રહેતા નટુભાઇ ઉદેસિંહ સોઢાએ  તેના   પિતાને ગંભીર બીમારીની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડ-ડી-૩ માં દાખલ કર્યા હતા. પિતાનો બ્લડ રિપોર્ટ લેવા માટે  સવારે સાડા સાત વાગ્યે તે સયાજી હોસ્પિટલની લેબોરેટરીમાં ચાલતો જતો હતો.કોવિડ હોસ્પિટલ પાસેના  કસરત વિભાગ પાસેથી પસાર થતો હતો.તે દરમિયાન એક સ્કૂટર પર બેસીને બે અજાણ્યા યુવકો ચેકિંગના બહાને તેના ખિસ્સામાંથી પર્સ ચોરી ગયા હતા.જેમાં ૧૦,૫૦૦ રૃપિયા હતા.જે અંગે  રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.પોલીસે તપાસ  દરમિયાન મળેલી માહિતીના આધારે (૧) ખુશનુદ ઉર્ફે ખુશ ઇકબાલહુસેન મલેક (રહે.નવરંગ એપાર્ટમેન્ટ,ફતેગંજ રોડ) તથા (૨) જુનેદ સઇદભાઇ શેખ (રહે.પટેલ એવન્યુ,અકોટા)ને ઝડપી પાડયા છે.આરોપી ખુશનુદ સામે અગાઉ આ  પ્રકારના જ ૧૧  ગુનાઓ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૃપિયા ૧૫,૫૦૦ તથા ગુનામાં વપરાયેલું સ્કૂટર અને બે મોબાઇલ ફોન સહિત ૫૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.

(4:54 pm IST)