Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વલસાડની સરીગામ GIDCમાં સર્વાઈવલ કંપનીમાં બ્લાસ્ટ :એકનું મોત: 3થી વધુ કામદારો ઈજાગ્રસ્ત

ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો

 
વલસાડ  જિલ્લાની સરીગામ GIDCમાં આવેલી સર્વાઈવલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે. જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 3થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સરીગામ GIDCમાં આવેલી સર્વાઈવલ કંપનીના કેમિકલ પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.

આ દરમિયાન ત્યાં કામ કરી રહેલા 3થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે એક કામદારનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી જવા પામી હતી. હાલ તો ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળો પહોંચી ગયો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ હાલોલમાં આવેલી કેમિકલ બનાવતી ન્યૂ ફૉમ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં પણ ત્રણ કામદારોને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, કંપનીમાં સેફ્ટીનું કોઈ ધ્યાન નથી રાખવામાં આવતું. હવે આવી જ રીતે વધુ એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનતા વહીવટી તંત્ર દ્વારા કેવા પગલા લેવાય છે? તે જોવું રહ્યું.

(4:20 pm IST)