Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સુરતમાં મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનું દરિયામાં ડૂબી જતા મોત

અડાજણ વિસ્તારનો કિશોર સુરતના સુવાલી દરિયામાં ડૂબ્યો :મિત્રો સાથે ન્હાવા પડતા કિશોરનું ડૂબી જવાથી મોત: પરિવારમાં માતમ છવાયો

સુરત : જન્માષ્ટમી પર્વે સુરતમાં મિત્રો સાથે દરિયા કિનારે ફરવા ગયેલો યુવક દરિયામાં ડૂબી જતા પરિવારજનોમાં મોતનો માતમ છવાઈ ગયો છે. અડાજણ વિસ્તારના કેટલાક યુવકો રજાનો મોજ માણવા ગયા હતા પરતું કાળમુખા બનેલા દરિયાએ યુવકનો ભોગ લેતા રજા યુવકો માટે મજા સજા સમાન બની ગઈ છે,
સુરતના અડાજણ વિસ્તારના સંત તુકારામ સોસાયટીના 8 જેટલા યુવાનો સુવાલીના દરિયા કિનારે ફરવા માટે ગયા હતા જે બાદમાં યુવાનો દરિયામાં ન્હાવા પડતા જયેશ નામનો 16 વર્ષીય કિશોર દરિયામાં તણાયો હતો.

સુરતમાં યુવક દરિયા કિનારે ફરવા ગયેલો યુવક તણાતા તેનું મોત નિપજ્યું છે, સમગ્ર મામલે હજીરા ફાયર અને મરીન ફાયર વિભાગે જાણ કરવામાં આવતા મહામહેનતે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, સમગ્ર મામલે પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારજનોમાં મોતનો માતમ છવાઈ ગયો હતો 

(2:44 pm IST)