Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વડોદરામાં રાત્રે વરસાદે રમઝટ બોલાવી: સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો: રાજકોટમાં અત્યારે બપોરે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ: ડાંગ વઘઈ ભરૂચ અને સાપુતારામાં ઝરમર ઝાપટા સાથે વાદળા છવાયા

સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદી ઝાપટાનો પ્રારંભ થઈ ચૂક્યો છે રાજકોટમાં આજે બપોરથી જ વાદળાઓ છવાઈ ગયા છે ત્યારે બે વાગે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ સર્જાયું છે .

ત્યારે ડાંગ, વઘઇ, ભરૂચ અને વડોદરામાં ઝરમર વરસાદી ઝાપતાના વાવડ મળે છે. તો મોડી રાત્રે વડોદરા શહેરમાં પણ વરસાદે રમઝટ બોલાવી હતી. લગભગ ત્રણ થી સવા ત્રણ ઇંચ પાણી પડી ગયેલું.

ડાંગ જિલ્લાના વધઇ ખાતે વરસાદી ઝાપટું પડયું છે. સાથે જ આહવા પંથક સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ નોંધાયો છે. સાપુતારામાં સવારથી ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આજે વહેલી સવારથી જ ભરૂચમાં વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ વરસાદ આવતા લોકોને રાહત થઇ છે. 

તો વડોદરા શહેરમાં મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. રાત્રે પ્રચંડ ગાજવીજ સાથે એક કલાકમાં સવા ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પણ ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે.

અરે બપોરે ૨ વાગ્યાની ઈન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત ઉપર વાદળાઓ સતત આવી રહ્યાનું નજરે પડે છે.

(2:09 pm IST)