Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સાણંદમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહએ કહ્યું- બાળકો અને સગર્ભા સ્વસ્થ ન હોય ત્યાં સુધી દેશનો વિકાસ થતો નથી

કેન્દ્રીય ગૃહમંત્રીએ સાણંદના નિધરાડ અને કોલટા ગામની મુલાકાત લીધી:સર્ગભા બહેનોને લાડુંનું વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી: સાણંદના નિધરાડથી ભવનાથ મહાદેવના દર્શને

અમદાવાદ :કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે અમિતભાઈ  શાહની ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ છે ત્યારે  ત્યારે અમિત શાહે સાણંદના નિધરાડ અને કોલટા ગામની મુલાકાત લીધી હતી.

ગરીબ સગર્ભા બહેનોને પોષ્ટિક લાડુંનું વિતરણ કરાવમાં આવી રહ્યું છે ત્યારે સાણંદ, બાવળા, દસક્રોઈ સહિતની 3848 બહેનોને પોષ્ટ્રિક લાડું આપવાનો કાર્યક્રમ યોજાયો જેમાં કેન્દ્રિય ગૃહમંત્રઈ અમિતભાઈ  શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે યોગ્ય પોષણ દેશ રોશન, જ્યાં સુધી બાળકો અને સર્ગભા સ્વસ્થ ન હોય ત્યાં સુધી દેશનો વિકાસ થઈ નથી શકતો, સગર્ભ માતાઓ અને બાળકોને પોષ્ટિક આહાર મળે, તેમજ કુપોષણનો ભોગ ન બને તે માટે વડાપ્રધાન મોદીએ પોષ્ટીક આહાર માટે અભિયાન શરૂ કર્યું છે. સાણંદના ખાતે નિધરાડ ગામે સગર્ભ બહેનોને પૌષ્ટિક લાડુંનું વિતરણના કાર્યક્રમમાં યોજાયો જે દરમિયાન અમિતભાઈ  શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ્ય પોષણ, દેશ રોશન, હર ઘર પોષણ મળે તે માટે પૌષ્ટિક લાડુંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.  

અમતિભાઈ  શાહે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ગરીબ માતાના પોષણ અંગે ચિંતા કરી કુપોષણ મુક્તિ અભિયાન શરૂ કર્યું છે,જ્યાં સુધી સગર્ભ મહિલાઓ અને બાળકો કુપોષણમુક્ત નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ નહીં થાય તેવું કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જણાવ્યું હતું, એટલું જ નહીં આજે જન્માષ્ટમીના પર્વ નિમિતે ગુજરાતને કુષ્ણની ભૂમિ છે એવું પણ જણાવ્યું હતું, અમિતભાઈ  શાહે નિધરાડ અને કોલટ ગામના કાર્યકરોના ઘરની શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. 

અમિતભાઈ  શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન અમિત શાહે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી અમિતભાઈ  શાહે રવિવારે બોડકવ ખાતે તળાવોને વધુ આકર્ષક બનાવવા અને તળાવોમાં ગટરના પાણી ન ભળે તે માટે અસરકારક આયોજન કરવા અધિકારીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી તેમજ વિવિધ પ્રોજેક્ટના કામોની સમિક્ષા કરવામાં આવી હતી એટલું જ નહીં તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને તાકીદ પણ કરવામાં આવી હતી, ગુજરાત મુલાકાતે આવેલા અમિત શાહે  જનજનને સ્પર્શતી ક્લ્યાણકારી યોજનાઓનુ પરિણામલક્ષી અમલ કરવા શાહે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. 

(2:02 pm IST)