Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અંબાજીમાં હજારો ભાવિકો ઉમટી પડ્યા: ધજા ચડાવી મનોરથ પૂરા કર્યાં: સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પ્રત્યે લોકોની ચિંતાજનક લાપરવાહી

આજે જન્માષ્ટમીએ અંબાજીમાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. રાજ્યભરમાંથી ઠેર ઠેરથી પદયાત્રીઓ પણ આવ્યા છે અને માતાજીને અનેક યાત્રાળુઓએ ધજા ચડાવી મનોરથ પૂરા કર્યા હતા. જોકે સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. તો મોટા ભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા ન્હોતા. દેશના અન્ય રાજ્યોમાં કોરોના વિજળી ઝડપે વધી રહ્યો છે ત્યારે આ ખૂબ જ જોખમકારક બની રહે તેવી સંભાવના નકારી શકાય નહીં.

(1:49 pm IST)