Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યમાં પ્રવાસીઓ ઉમટ્યા, ધસારોને જોતા આજે મેન્ટેનન્સ માટે પણ નથી રખાયું બંધ

આજે જન્માષ્ટમી પર્વને લઈ મીનીવેકેશન જેવો માહોલ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 3 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

સ્ટેચ્યૂ ઓફિ યનિટી પર ત્રણ દિવસના મિનિવેકેશન માં 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ ઉમટીયા પડ્યા છે, જન્માષ્ટમીના તહેવારને લઈ હજારોની સંખ્યમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ પ્રતિમા જોવા સહેલાણીઓ આવી રહ્યા છે.  


સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટ્યા

જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરાઇ રહી છે ત્યારે 3 દિવસની રજા હોવાથી મિનિવેકેશન જેવો માહાલો સર્જાયો છે એવામાં પ્રવાસના શોખીનો પ્રવાસ માટે ઉમટી રહ્યા છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર 3 દિવસના મિનિવેકેશન પર 1 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા છેઆજે જન્માષ્ટમીની રજા હોવાથી પ્રવાસીઓના ધસારાને જોતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મેન્ટેનન્સ માટે કામ પણ બંધ રાખવામાં આવ્યું છે SOU સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓનો ધસારો જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રાખવાનો નિર્ણય કરાયો છે અને આવતી કાલે મંગળવારે બંધ રાખવામાં આવનાર છે.

3
દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા

ઉલ્લેખનિય છે કે ત્રણ દિવસના મીની વેકેશન દરમિયાન પ્રવાસીઓમાં પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ચુકી છે, વધુમાં પ્રવાસીઓ માટે  સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા પાર્કિગની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એટલું નહીં પ્રવાસીઓ માટે સ્પેશિયલ સ્ટેચ્યુ સુધી લઈ જવા અને લાવવા માટે વધુ બસ સુવિધાઓ પણ કરવામાં આવી છે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી
મેન્ટેનન્સ માટે આજે નથી રખાયું બંધ

મહત્વનું છે કે કોરોના મહામારી વચ્ચે કોવિડ ગાઈડલાઈનના પાલન પણ કરવામાં આવી રહ્યું છે, આમ છેલ્લા દોઢ એક વર્ષથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતા ભક્તોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. પરતું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રણ દિવસમાં 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવતા જે સ્થાનિકોની રોજગારી બંધ થઇ ગઈ હતી તે ચાલુ થતા સ્થાનિકોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

(12:03 pm IST)