Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપળા ખાતે આયુર્વેદ અને યોગ વિષય પર આશા ANM બહેનોની બે દિવસીય તાલીમ યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક  ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી નર્મદા નાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત નર્મદા સંચાલિત સરકારી આયુર્વેદ દવાખાનું,વાવડી તા. નાંદોદ દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપળા ખાતે આશા અને એ.એન.એમ બહેનોની તાલીમનું તા.૨૬ અને 27 ઓગસ્ટનાં રોજ આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમમાં આયુર્વેદીય જીવનશૈલી  ,યોગ , મધુમેહ તેમજ અન્ય સામાન્ય બીમારીઓનું આયુર્વેદિક પદ્ધતિથી રોગનિવારન જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી હતી.જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુમન સર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય માયાદેવી ચૌધરી મેડમ એ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં વૈદ્ય રાજેશ પાટિલ,વૈદ્ય ધર્મેશ સુતરીયા, વૈદ્ય અંકિત વસાવા, વૈદ્ય આકાશ મારું,વૈદ્ય શ્રધ્ધા જાકાસનીયા તેમજ આયોજનકર્તા વૈદ્ય દિવ્યા કુમારી સોલંકી અને વૈદ્ય અંકિતા વિરોજાએ વિવિધ વિષયો પર લેક્ચર આપ્યા હતા અને આશા બહેનો આયુર્વેદ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કર્યા હતા

(11:23 pm IST)