Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

લાછરસ ગામના પાસા અટકાયત ટાળવા નાસતા ફરતા શખ્સને ડેડીયાપાડાથી ઝડપી પાડતી LCB,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામના પાસા ના કામે નાસતા ફરતા એક શખ્સને એલસીબી પોલીસે ઝડપી લઈ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો છે.
મળતી માહિતી મુજબ એલસીબી પો.ઇન્સ. એ.એમ. પટેલની પાસા દરખાસ્તના આધારે જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા દ્વારા મહેશભાઇ અંબાલાલ તડવી (રહે.લાછરસ તા.નાંદોદ જી.નર્મદા )ના ગુનાઓને ધ્યાને રાખી પાસામાં અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાખવા હુકમ કરતા મહેશ તડવી પોતાની અટકાયત ટાળવા એક યા બીજા સ્થળે સ્થળાંતર કરી છેલ્લા ત્રણ માસથી પોલીસ થી લપાતો છુપાતો હોય જેથી એ.એમ. પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ એલ.સી. બી. ટીમે બાતમી આધારે ડેડીયાપાડા ખાતે હોવાની માહીતી મળતા તેને ડેડીયાપાડા ખાતેથી ઝડપી પાડી રાજકોટ,મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

(11:21 pm IST)