Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

રાજ્યમાં જુગાર રમનારાઓની સંખ્યામાં 25 ટકાનો વધારો: અમદાવાદ મોખરે

 

અમદાવાદ :શ્રાવણ મહિનામાં પરંપરાના નામે પ્રતિબંધિત જુગાર રમવાનું ચલણ વધે છે. એક અહેવાલ મુજબ રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ જુગાર રમવાના પ્રમાણમાં 25 ટકાનો વધારો થયો છે. જુગાર રમવાની બાબતમાં અમદાવાદ સૌથી મોખરે છે

 અહેવાલ મુજબ દર વર્ષે ખેલીઓ પોલીસથી બચવા માટે વિવિધ પ્રકારની યુક્તિઓ પણ અજમાવતા હોય છે. વર્ષે ધનિક વર્ગમાં તીન પત્તીનો જુગાર રમવાના બદલે વિવિધ ક્લબ્સમાં રમી અથવા મેરેજની પત્તાની રમત રમવાનું ચલણ વધ્યું છે.

(12:00 am IST)