Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સાબરકાંઠા જિલ્લામાં હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર ગામોમાં રામધૂન :ખેડૂતોના દેવામાફી અને અનામતની માંગણી

સાબરકાંઠા જિલ્લામાં પણ હાર્દિકને સમર્થન આપવા માટે પાટીદાર ગામડાઓમાં રામધુનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારથી પ્રાંતિજના સોનાસણ ગામમાં પાટીદારો દ્વારા હાર્દિકના સમર્થનમાં રામધુન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

  રામધુન ખેડુતોની દેવામાફી અને અનામતની માંગ સાથે યોજાઈ છે અને જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો યોજવાનું પાસ કન્વીનરો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

(10:54 pm IST)