Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

બોડેલી-ડભોઇ રોડ પર નાળામાં શકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવતા તપાસ શરૂ

બોડેલી:બોડેલી-ડભોઈ રોડ પર પાટણા ગામના પાટીયા પાસેના નાળામાં સળગાયેલ અજાણી યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. બોડેલી પોલીસે સ્થળ પર આવી યુવતીની લાશને પેનલ પી.એમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 

બોડેલી-ડભોઈ ધોરીમાર્ગ પર બોડેલી તાલુકાના પાટણા ગામના પાટીયા પાસેના નાળામાં વહેલી સવારે એકતરફ વરસાદના છાંટા ચાલુ હતા અને બીજી બાજુ નાળામાંથી ધૂમાડાના ગોટા નીકળતા હોવાથી આસપાસના ગામના લોકો દૂધ ભરવા જતા હતા ત્યારે ધુમાડા ગામના લોકોએ ધૂમાડા જોઇ ગભરાઈ જતા સંરપચને જાણ કરી હતી. 

સંરપચ ઘટના સ્થળે દોડી આવી પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે એક અજાણી યુવતીને કોઈકે સળગાવી દીધેલ હતી. જ્યારે ઘટના સ્થળ પર ભેગા થયેલ ગામના લોકો યુવતીને ન ઓળખતા હોવાથી કોઈ બહારથી આવી હત્યા કરી ગયેલ હતુ.

(5:40 pm IST)