Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

વડોદરાના વાઘોડિયામાં પાણીની ટાકી તૂટી જવાથી રોષે ભરાયેલ ખેડૂતોએ 32 ગામોનો પાણી પુરવઠો અટકાવ્યો

વડોદરા:વાઘોડિયા તાલુકામાં પાણીની ટાંકી તૂટી પડતાં ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર નહીં મળતાં રોષે ભરાયેલા ખેડૂતોએ ૩૨ ગામોનો પાણીનો પૂરવઠો રોકી દીધો હતો.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વેડપુર ગામે ૨૦ દિવસ પહેલાં ૩.૫૦ લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ૨૨ મીટર ઊંચી ટાંકી ધડાકાભેર ધરાશાયી થતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને કપાસ સહિતના પાકોને નુકસાન થયું હતું.વેડપુર વોટર વર્ક્સની ૧૫૦ ફૂટ લાંબી કમ્પાઉન્ડ વોલ પણ તૂટી ગઈ હતી.

ટાંકી તૂટવાને કારણે વેડપુર,સૈડાલ, ખેરવાડી,વ્યારા, રૂસ્તમપુરા,તવરા ટીંબી સહિતના ૩૨ ગામોનો પાણીનો પૂરવઠો બંધ થઇ ગયો હતો.

(5:40 pm IST)