Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

આણંદ પોલીસે જુદા-જુદા સાત સ્થળે દરોડા પાડી 32 જુગારીઓને 44 હજારની રોકડ સાથે દબોચ્યા

આણંદ: પોલીસે જિલ્લાના સાત સ્થળોએ છાપાઓ મારીને કુલ ૩૨ જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડીને તેઓની પાસેથી ૪૪ હજાર ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે આણંદ એસઓજી પોલીસને હકિકત મળી હતી કે, અજુપુરા ગામે આવેલી મોટી ખડકીમાં રહેતો મહેન્દ્રભાઈ ઉર્ફે એમડી પોતાના ઘરની ઓસરીમાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાડી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં મહેન્દ્ર ઉર્ફે એમડી નાનુભાઈ પટેલ, સુરેશભાઈ મોતીભાઈ ગોહેલ, ચન્દ્રકાન્તભાઈ ભાઈલાલભાઈ પટેલ, હિતેશભાઈ દિનેશભાઈ પટેલ, સિકંદરશા અકબરશા દિવાન, કાન્તીભાઈ ઉમેદભાઈ પરમાર તથા બાબુભાઈ શંકરભાઈ પરમાર ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી ૬૪૦૦ તથા અંગજડતીમાંથી ૧૩૩૦૦ મળીને કુલ ૧૯૭૦૦ની રોકડ મળી આવતાં તે જપ્ત કરવામાં આવી હતી. 

 

(5:38 pm IST)