Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં કામરેજમાં પ્રતીક ધરણા :મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા

સરકાર સામે રામધૂન અને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યા

સુરત ;પાસના કન્વીનર હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસના સમર્થનમાં સુરતના કામરેજ ખાતે પણ પ્રતિક ધરણા યોજાયા હતા  કામરેજના નવાગામ શ્યામનગર સોસાયટીના રહીશોએ હાર્દિક પટેલના સમર્થનમા પ્રતિક ધરણા કર્યા છે. પુરુષો તેમજ મહિલાઓ આખો દિવસ કામકાજથી અળગા રહીને હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા છે. તેમજ સરકાર સામે રામધૂન અને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યા હતો.

(1:56 pm IST)